સુરતઃ શહેરમાં મુખ્યમંત્રી આનંદીબેન બે દિવસની મુલાકાતે આવેલા છે આ બે દિવસના પ્રવાસ દરમિયાન આજે ઓલપાડમાં લોકસંવાદ સેતુંનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત માનગરપાલિકા દ્વારા 3.50 કરોડના વિકાસના કામો લોકાર્પણ કાર્યક્રમમાં કોર્પોરેટરોને અપમાનિત પરિસ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો. કોર્પોરેટરોને લોકાર્પમ કાર્યક્રમમાં આમંત્રણ કાર્તડ લીધા વગર જવું હતું. જેથી પોલીસે કાર્યક્રમમાં જતા તેઓને અટકાવી દીધા હતા. જેથી તેઓને કાર્યક્રમાં જવા માટે પોલીસ પાસે આજીજી કરવી પડી હતી.


કાર્યક્રમ હતો સુરત મહાનગરપાલિકાના અનેક પ્રકલ્પોના લોકાર્પણ વિધિનો જે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો.આ તમામ પ્રકલ્પોનો લોકાર્પણ મુકયમંત્રી આનંદી પટેલના હસ્તે થવાનો હતો જેથી ભાજપના દરેક કોર્પોરેટર આ કાર્યક્રમમાં ભાગ લેવા હાજર થઇ ગયા હતા.પરંતું કેટલાક કોરપોર્ટેરોને આ કાર્યક્રમમાં જતા પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. ભાજપના કેટલાક કાર્પોરેટરો વગર આમંત્રણ કાર્ડ આ કાર્યક્રમમાં હાજર રહેવા મંગતા હતા પરંતું સુરક્ષા વ્યવસ્થાના કારણે આ કોર્પોરેટરોને કાર્યક્રમમાં જવાથી અટકાવી દેવામાં આવ્યા હતા.

ભાજપના કેટલાક સિનિયર કોર્પોરેટર અને કમિટીના ચેરમેનને આ કાર્યક્રમમાં ના જાવા દેવાથી તેઓ પોલીસ સામે આજીજી કરતા નજરે પડ્યા હતા .ભાજપના મુકેશ દલાલ, દિપક આફ્રિકાવાળા,અમિત રાજપૂત,પ્રવીણ પટેલ મુકેશ દલાલ જેવા કેટલાક કોર્પોરેટરોને પોલીસે કાર્યક્રમમાં જવા ન દીધા હતા.

જયારે આ કોર્પોરેટરોથી પૂછવામાં આવ્યા કે તમે કેમ આ કાર્યક્રમમાં જવા ન દેવાયા ત્યારે ભાજપની સાખ બચાવવા તેઓએ જણાવ્યું હતું કે, હોલ ફુલ થઇ જવાના કારણે તેઓને કાર્યક્રમમાં જવાથી પોલીસે અટકાવ્યા હતા.