26 ટકા સેમ્પલોમાં એન્ટીબોડી
એક રિપોર્ટ પ્રમાણે, થાયરોકેયર નામની પ્રાઇવેટ લેબોરેટરીએ દેશભરમાં 2 લાખથી વધુ એન્ટીબોડી ટેસ્ટ કર્યા છે. જેના પરિણામોને આધારે દાવો કરાઇ રહ્યો છે. આ દાવા પ્રમાણે દેશની એક ચતુર્થાઉન્સથી વધુ જનસંખ્યા કોરોના સંક્રમિત થઈ ચૂકી છે. થાયરોકેયરના પ્રમુખ ડો. એ.વેલુમણિ પ્રમાણે, તેમણે 2.70 લાખ એન્ટીબોડી ટેસ્ટના પરિણામોનું વિશ્લેષણ કર્યું છે. જેના પરિણામો બતાવે છે કે, 26 ટકા લોકોના શરીરમાં પહેલાથી એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે. જેનો મતલબ એ છે કે, લોકો કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે અને સાજા પણ થઈ ચૂક્યા છે.
અનુમાનથી વધુ લોકોમાં મળી એન્ટી બોડી
રિપોર્ટમાં ડો. વેલુમણિના હવાલાથી જણાવાયું છે કે, આ તપાસ દરમિયાન તેમણે જે અનુમાન લગાવ્યું હતું, તેનાથી તેનું પરિણામ અનુમાનથી ઘણું વધું છે અને સમાન રીતે તેમામ ઉંમરના લોકોમાં જોવા મળ્યું છે.
દેશમાં ગુરુવાર 20 ઓગસ્ટે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 69,652 કેસ આવ્યા, જે બાબતે નવો રેકોર્ડ છે. બીજી તરફ 977 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત 60 હજારથી વધુ કેસો અને 900થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. જે દુનિયામાં સૌથી વધુ છે.