નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન યુએઇમાં થવાનુ છે. આઇપીએલમાં સફળ સીએસકે ટીમના ખેલાડી હરભજન સિંહને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે હરભજન સિંહ શુક્રવારે ટીમ સાથે યુએઇ રવાના નહીં થાય.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, હરભજન સિંહની તબિયત ખરાબ છે, જેના કારણે આ ભારતીય ક્રિકેટર હાલ ચેન્નાઇની ટીમ સાથે યુએઇ નહીં જાય. રિપોર્ટ છે કે બે અઠવાડિયાની અંદર યુએઇમાં સીએસકે સાથે જોડાઇ જશે.
ચેન્નાઇમાં સીએસકેના કન્ડિશનિંગ કેમ્પમાં ચાલી રહ્યો હતો. આ કેમ્પમાં હાલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર સામેલ થયા છે. શાર્દૂલ બુધવારે ચેન્નાઇ પહોંચી ગયો અને ગુરુવારે રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ પહોંચી જશે. 10 સપ્ટેમ્બરથી UAEમાં આઈપીએલની શરૂઆત થવાની છે.
ઉલ્લેખનીય છે કે, 40 વર્ષીય સ્પિનર હરભજન સિંહ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના 5 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં પણ સામેલ થયો ન હતો. આ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા અને શારદૂલ ઠાકુર પણ ગેરહાજર રહ્યા હતા. જો કે, બુધવારે ઠાકુર કેમ્પમાં જોડાઈ ગયો હતો, તો જાડેજા આજે એટલે કે ગુરુવારે ટીમ સાથે જોડાશે તેવા સમાચાર છે.
જો કે, આજે સીએસકેના પાંચ દિવસીય કેમ્પની સમાપ્તિ થશે. અને ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના સાથી ખેલાડીઓ અને ટીમ તરફથી કરવામાં આવેલ ટ્રેનિંગ માટેની તૈયારીઓથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ ટીમ સાથે જોડાયા બાદ જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. અને સાથે જ સુરેશ રૈનાએ પણ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી.
હરભજન આઈપીએલ રમવા ચેન્નાઈની ટીમ સાથે યુએઈ નહીં જાય, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2020 10:26 AM (IST)
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, હરભજન સિંહની તબિયત ખરાબ છે, જેના કારણે આ ભારતીય ક્રિકેટર હાલ ચેન્નાઇની ટીમ સાથે યુએઇ નહીં જાય. રિપોર્ટ છે કે બે અઠવાડિયાની અંદર યુએઇમાં સીએસકે સાથે જોડાઇ જશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -