સુરતના નારીગૃહમાં રખાયેલી બે બાંગ્લાદેશી યુવતી રહસ્યમય રીતે ગૂમ  થઇ ગઇ છે.બંને યુવતીને પોલીસે  સ્પા માંથી  ઝડપાઇ કરી હતી. આ યુવતીઓને બાંગ્લાદેશ થી દેહ વ્યપાર માટે લાવવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો જોયું કે, નારીગૃહની બારીની ગ્રીલ તૂટેલી હતી.  ઉમરા પોલીસે મિસિંગનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં યુવાધન નશાના રવાડે ચડ્યું, ચાલુ સીટી બસમાં યુવકો નશો કરતાં જોવા મળ્યાં, વીડિયો વાયરલ


Surat: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે. સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.


‘સાહેબ, મારો પોલીસ પતિ આઠ મહિનાથી ગુમ, દિલ્હી પોલીસ ઉઠાવી ગઇ હતી’


સુરતમાં છેલ્લા આઠ મહિનાથી ગુમ પોલીસ હેડ કોન્સ્ટેબલની પત્નીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે સાહેબ, મારો પોલીસ પતિ 8 માસથી ગુમ છે, એક વેપારીનો ફોન રેકોર્ડ કરતાં દિલ્હી પોલીસ લઈ ગઈ હતી પરંતુ હજુ સુધી તે ઘરે આવ્યા નથી.


વાસ્તવમાં સુરતના મહિધરપુરાના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મિથુન રંગાભાઇ ચૌધરી છેલ્લા આઠ મહિનાથી ગુમ છે. હેડ કોન્સ્ટેબલ મિથુનના પત્ની શર્મીલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે તેમના પોલીસ પતિ 8 મહિનાથી ગુમ છે. તેમને દિલ્હી પોલીસ ઉપાડી ગઇ હતી.  ન્યાય અપાવો?


વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પીડિત પરિવારને લઇને મુખ્યમંત્રીને રજૂઆત કરવા મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતા. ચાવડાએ પીડિતોને ન્યાય આપવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિથુન ચૌધરી મહિધરપુરા પોલીસ સ્ટેશન ઝોન- 2માં ફરજ બજાવતા હતા. તેઓ ફોન રેકોર્ડિંગનું કામ કરતા હતા. તેમના એક મિત્રે દિલ્હીના એક બિઝનેસમેનનો ફોન રેકોર્ડિંગ કરવાનું કહેતા ચૌધરીએ તેમના યુઝર આઇડીથી ફોન રેકોર્ડ કર્યો હતો. દિલ્હીના બિઝનેસ મેનને આ વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. તે પછી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને ઉઠાવી ગઈ હતી. આ અંગે દિલ્હી પોલીસે કહ્યું હતું કે, અમે ઓગસ્ટ 2022માં ચૌધરીને છોડી મૂક્યા હતા. કોન્સ્ટેબલની પત્નીને શંકા છે કે, તેમના પતિનું અપહરણ કરી કોઈકે ગોંધી રાખ્યા છે.