Weather Update Today:હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતાવણી આપી છે.


 સ્કાયમેટ વેધર અનુસાર, આજે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહારના ભાગો અને ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે.                             


29 જુલાઇએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. તો  28થી 30 જુલાઇ  દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અને  28મી જુલાઈ દરમિયાન રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 28મીએ પશ્ચિમ રાજસ્થાનમાં અને 27મીએ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.


 29  જુલાઈ દરમિયાન પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. 27મી જુલાઈએ વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. 28મી જુલાઈ દરમિયાન છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. હાલ ઉત્તર રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, લક્ષદ્વીપ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી રહ્યો છે.                                                            


આ પણ વાંચો 


રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ


Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર


Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી


Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ