Corona side effect: કોરોના સંક્રમિત થયેલા લોકોને રિકવરી બાદ પણ કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસ તેની પાછળ અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ છોડી જાય છે.


કોરોના વાયરસના સંક્રમણ બાદ પણ શરીરને રિકવર થતાં લાંબા સમય લાગે છે. કોવિડ વાયરસ તેની પાછળ શરીર પર અનેક સાઇડ ઇફેક્ટ છોડી જાય છે.કેટલીક ગંભીર બીમારી કોરોના બાદ સામે આવી રહી છે.  કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોટા ભાગે વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે.


ઉલ્લેખનિય છે કે, આજની આપણી ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય અને આહાર અને જીવન શૈલી તેમજ પ્રદૂષણયુક્ત વાતાવરણના કારણે વાળ ખરવાની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. અકાળે સફેદ વાળ, વાળ ખરવાએ હવે સામાન્ય સમસ્યા બની ગઇ છે. જો કે કોવિડે પણ આ સમસ્યાને વધારી છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે.


કોવિડથી સાજા થયેલા મોટા ભાગના લોકો વધુ પ્રમાણમાં વાળ ખરવાની સમસ્યાની ફરિયાદ કરે છે. કોવિડથી સાજા થયેલા 10માંથી 7 લોકોમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે.


કોરોનાથી સાજા થયેલા લોકોમાં ખાસ કરીને વિટામિન બી12ની ખામી, હોર્મોન્સ ચેન્જિસ, વિટામિન-ડીની ઉણપ તેમજ સીની ઉણપ જોવા મળે છે. આ ઉણપના કારણે જ થકાવટ, વાળ ખરવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક્સપર્ટના મત મુજબ કોવિડથી રિકવરી મેળવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે.


વાળ ખરતાં રોકવાના ઉપાય


દિવસની યોગ્ય શરૂઆત


વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.


બેલેસ્ડ ડાયટ લો
બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.


હળવી એક્સરસાઇઝ કરો
જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.