ICC ટી-20 વર્લ્ડકપ 2021માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વર્લ્ડકપમાંથી બહાર થયો છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે. 


બાંગ્લાદેશે અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ ગુમાવી છે અને ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે દુબઈમાં ટક્કર થશે. આ બંને ટીમોના ગ્રુપમાં આ સમયે ઈંગ્લેન્ડ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોપ પર છે. શાકિબના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડ તેણે આ ટી20 વિશ્વકપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં બનાવ્યો હતો. 


સૂત્રોએ એએનઆઈને જણાવ્યું, તેને હેમસ્ટ્રિંગની ઈજા છે અને સ્કેન રિપોર્ટ તમને ઈજા વિશે જણાવશે, પરંતુ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સપ્તાહની શરૂઆતમાં ટેક્નિકલ કમિટીએ રૂબેલ હુસૈનને બાંગ્લાદેશની ટીમમાં સામેલ કર્યો હતો. તેને ઈજાગ્રસ્ત મોહમ્મદ સૈફુદ્દીનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સૈફુદ્દીન પીઠની ઈજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે. 


T20 World Cup Trends: ટોસ જીતનારી ટીમ કેમ પ્રથમ બોલિંગ પસંદ કરે છે ? જાણો શું છે કારણ


ICC T20 વર્લ્ડકપમાં આજે બે મુકાબલા છે. બંને મુકાબલા ખાસ છે. મોટા ભાગની ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બીજી બેટિંગ કરનારી ટીમનો સકસેસ રેટ 86 ટકા રહ્યો છે. 14 માંથી 12 મેચ બાદમાં બેટિંગ કરનારી ટીમે જીતી છે.



અફઘાનિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ અપવાદ



જે બે મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે તેમાં પ્રથમ નામ અફઘાનિસ્તાનનું છે અને બીજું વેસ્ટ ઈન્ડિઝનું છે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને સ્કોટલેન્ડની ટીમ 60 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને 3 રનથી હરાવ્યું હતું.



14માંથી 12 મેચમાં બેટિંગ કરનારી ટીમ જીતી


ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 5 વિકેટથી હાર આપી.
ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી હાર આપી.
શ્રીલંકે બાંગ્લાદેશને 5 વિકેટથી હાર આપી.
પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હાર આપી.
દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હાર આપી.
પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને 5 વિકેટથી હાર આપી.
ઈંગ્લેન્ડે બાંગ્લાદેસને 8 વિકેટથી હાર આપી.
નામીબિયાએ સ્કોટલેન્ડને 4 વિકેટથી હાર આપી.
ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી.
પાકિસ્તાન અફઘાનિસ્તાનને 5 વિકેટથી હાર આપી.
દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટથી હાર આપી.
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી.