મુંબઈ: પુલવામા આતંકી હુમલા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલા નિવેદનથી વિવાદ વધતા તેમને કપિલ શર્મા શો માંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એવામાં કપિલ શર્માએ મીડિયા સામે સિદ્ધૂનો બચાવ કરતા કહ્યું કે, સિદ્ધૂને બહાર કરવાથી આતંકવાદનો ઉકેલ નથી આવી જવાનો, જો એવું હોત તો અમે પોતે જ તેમને શો માંથી બહાર કરી દેતા. કપિલ શર્માના આ નિવેદન બાદ સોશિલય મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.



કપિલે સિદ્ધૂનો બચાવ કરતા કહ્યું હતું કે, “જો સિદ્ધૂજીને બહાર કરવાથી આતંકવાદના મુદ્દાનો ઉકેલ આવી જતો તો અમે પોતે જ તેમને કહી દેતા કે તમે શોમાંથી જતાં રહો. આ બધો પ્રોપેગન્ડા હોય છે. સોશિયલ મીડિયા પર આવુ ચાલતું જ રહે છે. હું આ વધી વસ્તુઓથી દૂર રહું છું. હું કંઇક સારા કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમે મને સાથ આપો.”


કપિલના આ નિવેદન પર ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. અને તેને બોયકોટ કરવાનું કહી રહ્યાં છે. સોશિયલ સાઇટ ટ્વિટર પર પણ #BoycottKapilSharma પહેલા નંબરે ટ્રેંડ કરી રહ્યું છે.


આ સિવાય કપિલના ફોલોવર્સે તેને અનફોલો કરવાનું પણ શરુ કરી દીધું, કપિલ સાથે સાથે સોશિયલ મીડિયા પર #BoycottSonyTv પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.


એક યૂઝરે લખ્યું કે, “ આપણે #BoycottKapilSharma ને કેમ ટ્રેન્ડ કરાવીયે ? પહેલી વાત તો એ કે આટલી નીચલા સ્તરની કૉમેડી શા માટે જોઈએ છે ? ”

ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે આ હુમલાનો આરોપ આખા દેશ પર ન મુકી શકો. આખો દેશ કે કોઈ એક વ્યક્તિને તેના માટે જવાબદાર ન ઠેરવી શકો.’ લોકોએ સિદ્ધૂના આ નિવેદને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ તરીકે લીધું અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. સિદ્ધૂનું આ નિવેદન વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિદ્ધૂને કપિલ શર્મા શોથી બહાર કરવાની માગ ઉભી થઈ હતી.

આતંકી હુમલા પર બોલવું ભારે પડ્યું નવજોત સિંહ સિદ્ધૂને, The Kapil Sharma Showમાંથી થઈ હકાલપટ્ટી