Viral Video: આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકોની અલગ-અલગ રહેવાની સ્થિતિને કારણે ત્યાંનો ખોરાક પણ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં ફૂચકા, પાણી-બતાસે, ગુચચુપ અને ફુલકીના નામથી જાણીતી પાણી-પુરીએ સમગ્ર દેશના લોકોને તેના સ્વાદના દીવાના બનાવી દીધા છે. થોડા સમય પહેલા ભારતના પ્રવાસે આવેલા જાપાનના પીએમ ફુમિયો કિશિદા પાણીપુરીનો સ્વાદ લેતા જોવા મળ્યા હતા. જે બાદ હવે જાપાનના રાજદૂતે પણ પાણીપુરીનો સ્વાદ ચાખ્યો અને તેઓ પણ દંગ રહી ગયા.






જાપાની રાજદૂત હિરોશી સુઝુકીએ પાણીપુરીની માણી મજા 


હાલમાં જ એક વીડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાપાની રાજદૂત હિરોશી સુઝુકી ભારતના સ્થાનિક ખોરાકની શોધમાં વારાણસીની ગલીઓમાં ફરતા જોવા મળ્યા હતા. જે બાદ તે એક રેસ્ટોરન્ટમાં ગોલગપ્પા સાથે આલુ ચાટની મજા લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પાણીપુરી ખાધા પછી જ તેમની પ્રતિક્રિયા જોવા જેવી હતી. જેને જોઈને ભારતીય યુઝર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.


જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીને ગોલગપ્પાનો સ્વાદ પસંદ આવ્યો 


જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને શેર કરતા તેણે લખ્યું કે 'હું ખરેખર ગોલગપ્પા ખાવા માંગતો હતો કારણ કે મેં પીએમ મોદી નરેન્દ્ર મોદી અને પીએમ કિશિદાને સાથે ખાતા જોયા છે!' વીડિયોના અંતે જાપાની રાજદૂત નાસ્તાની પ્લેટ પૂરી કર્યા પછી 'ખૂબ સારું!' કહેતા સાંભળવા મળે છે.






રાજદૂત હિરોશી સુઝુકીને બનારસી થાળીનો આનંદ પણ માણ્યો 


જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ ફક્ત પાણીપુરીની જ મજા માણી ના હતી. તેઓએ વારાણસીમાં આરતીના દર્શન કર્યા બાદ શુદ્ધ બનારસી થાળીનો આનંદ પણ માણ્યો હતો. ત્યારબાદ તેઓએ તમામનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું હતું કે ખરેખર પાણીપુરીનો ટેસ્ટ ગજબ હતો.  હાલમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.