અમદાવાદ:ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિત  ટ્રાફિક વધતા  અકસ્માત અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ સતર્ક બની છે.


ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિત  ટ્રાફિક વધતા  અકસ્માત અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ સતર્ક બની છે નવા વર્ષની ઉજવણીમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે અમદાવાદ શહેર પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે.


અમદાવાદ શહેર પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસો માટે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં આ ડ્રાઇવના કારણે છેલ્લા 5 દિવસમાં 351 કેસો નોંધાયા છે. અમદાવાદ પોલીસે આ ડ્રાઇવ દરમિયાન રેકોર્ડ બ્રેક દંડ પણ વસૂલ્યો છે.ઉલ્લેખનિય છે કે, ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિત  ટ્રાફિક વધતા  અકસ્માત અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી જાય છે.તેના પર નિયંત્રણ લાદવા માટે પોલીસ એલર્ટ બની છે. અમદાવાદમાં આ આ ડ્રાઇવ 25 જાન્યુઆરીએ શરૂ થઇ હતી અને જે 1 જાન્યુઆરી સુધી ચાલશે. આ  ડ્રાઇવ દરમયાન સૌથી વધુ ડ્રિન્ક અને ડ્રાઇવ કેસ નોંઘાયા છે. પાંચ દિવસમાં 69 ડ્રિન્ક અને ડ્રાઇવ કેસ નોંધાયા છે.


ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ લોકો ડ્રિન્ક કરીને ડ્રાઇવ કરતા હોવાથી અકસ્માતની ઘટનામાં પણ ધરખમ વધારો થયો છે. આ દૂષણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે અને વર્ષના અંતે ડ્રાઇવ શરૂ કરી છે.આ ડ્રાઇવમાં 5 દિવસમાં સૌથી વધુ ડિન્ક ડ્રાઇવના 69 કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસ અને ઝોન પોલીસે 62 કેસ કર્યાં છે. પાંચ દિવસમાં ડ્રિન્ક અને ડ્રાઇવના  531 કેસ નોંધાયા છે.


આ પણ વાંચો


શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ


Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ


Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા


Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી