અમદાવાદઃ શહેર કોંગ્રેસ દ્વારા ઉનામાં થયેલા દલિત અત્યાચાર મુદ્દે કેન્દ્રમાં રાજ્યકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં થયેલા દલિત અત્યાચાર અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉનામાં થયેલી ઘટના અંગે ગૌરક્ષકો સામે સરકારે આંખ આડા કાન કરાયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં 13થી વધુ ગામડાઓમાં દલિતોને પ્રવેશ ના આપતા હોવાથી વાકેફ કરાયા હતા. કોંગ્રેસ દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.