નવી દિલ્લી: દસ લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ શુક્રવારે હડતાળ પર ઉતરશે. આ હડતાળમાં બેંકિંગ, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રોના કર્મચારીઓ જોડાશે. પીએમ મોદીના લેબર રિફોર્મ્સથી અને કેટલીક ખોટમાં ચાલી રહેલી સંસ્થાઓને બંધ કરવાના નિર્ણયથી અસંતુષ્ટ કર્મચારીઓએ પગાર ભથ્થા વધારવાની માગ સાથે આ હડતાળ પર ઉતરવાના છે.


ઓલ ઈંડિયા ટ્રેડ યુનિયન્સ કોંગ્રેસ અને સેંટર ઓફ ઈંડિયન ટ્રેડ યુનિયન્સે મંગળવારે હડતાળ પાછી ખેંચવાની સરકારની અપિલને ફગાવી દીધી હતી.

મે 2012માં જ્યારથી પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણા ઈકોનોમિક રિફોર્મ્સ થયા છે. અને તે બાદ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે લેબર લૉમાં ઘણ ફેરફાર થયા છે.

આ નાણાકિય વર્ષમાં ખાનગીકરણ કરી સરકાર 560 બિલિયન ડોલર ઉભા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેથી કેટલીક કંપનીઓને બંધ કરવાની યોજના છે. રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી 77 કંપનીઓની ખોટ 4 બિલિયન ડોલરથી પણ વધારે હતી.

સેન્ટર ઓફ ટ્રેડ યુનિયનના જનરલ સેક્રેટરી તપન સેને જણાવ્યું કે, સરકારે યુનિયનની માગો જેવી કે ડિફેન્સ અને રેલવેના સેક્ટરમાં ખાનગીકરણને પાછું ખેંચવું અને લઘુત્તમ ભથ્થા વધારવા અંગે કોઈ સક્રિય પગલા લીધા નથી.

મંગળવારે નાણા પ્રધાન અરૂણ જેટલીએ આશ્વાસન આપ્યું હતું કે સરકાર રાજ્યના કર્મચારીઓ માટે છેલ્લા બે વર્ષના બોનસ રીલિઝ કરશે. અને અકુશળ કામદારોના લઘુત્તમ ભથ્થામાં વધારો કરશે. આ નિવેદન બાદ પણ તપન સેને હડતાળ યથાવત રાખવાની વાત કરી છે.

ભારતીય મજદૂર સંઘ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંલગ્ન છે. તે પણ આ હડતાળમાં ભાગ લેશે.