અમદાવાદઃ રવિવાર રાતે અમદાવાદના બાવળા આદરોડા રોડ પર આવેલા કિંગ્સવિલા બંગલોઝમાં દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ અને રાજકોટના 10 નબીરાઓને જિલ્લા એલસીબી અને બાવળા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 6 લક્ઝુરિયસ કાર, મોબાઈલ ફોન અને દારૂની બોટલો મળી કુલ રૂ.99.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાવળા તાલુકાના આદરોડા ગામ પાસે આવેલા કિંગ્સવિલા બંગલોઝના 100 નંબરના બંગલામાં રવિવારે અમદાવાદના થલતેજ કોપર સ્ટોનમાં રહેતા ભવિત ભરતભાઈ પારેખે પોતાના જન્મદિનની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી સંદર્ભે એલસીબીને બાતમી મળતા બાવળા પોલીસને સાથે રાખી પોલીસે બંગલા નંબર 100 પર મોડી રાતે દરોડા પાડ્યા હતાં. જેમાં 10 જેટલા નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતાં.
ધરપકડ કરી પોલીસે તમામને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી બ્લડના નમૂના લેવાની કાર્યવાહી કરી હતી. આ મામલે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
અમદાવાદના: જાણીતા કિંગ્સવિલા બંગ્લોઝમાં 10 નબીરાઓ બર્થ-ડે પાર્ટીની મજા માણી રહ્યા હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત
abpasmita.in
Updated at:
22 Oct 2019 09:25 AM (IST)
અમદાવાદના થલતેજ કોપર સ્ટોનમાં રહેતા ભવિત ભરતભાઈ પારેખે પોતાના જન્મદિનની પાર્ટીનું આયોજન કર્યું હતું. 6 લક્ઝુરિયસ કાર, મોબાઈલ ફોન અને દારૂની બોટલો મળી કુલ રૂ.99.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -