ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં કેસો સૌથી વધુ છે, ત્યારે આજે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં એકસાથે 10 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 30 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદની એલજી હોસ્પિટલાં ગઈકાલે 30 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં તેમાંથી 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોઝિટિવ આવનારા લોકોમાંથી 80 ટકા સગર્ભા મહિલાઓ છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને સારવાર માટે આવેલા દર્દીઓની જરૂર જણાય તો કોરોનાના રિપોર્ટ કરાવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં અગાઉ 37 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 17 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 17 દર્દીઓમાં 12 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ હતો.
અમદાવાદઃ LG હોસ્પિટલમાં એકસાથે 10 લોકોને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સગર્ભા મહિલાઓને પણ લાગ્યો ચેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2020 02:44 PM (IST)
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં કેસો સૌથી વધુ છે, ત્યારે આજે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -