અમદાવાદ: રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજે 100 કોરોનાના દર્દીને રજા આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી. છેલ્લા 10થી વધુ દિવસથી દાખલ થયા હતા. કેંદ્ર સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં આજે 408 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વિગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયું હતું. ડિસ્ચાર્જ થયેલા તમામ નાગરિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓને ઘર સુધી પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 5540 દર્દીઓને કોરોના સંક્રમિત છે. અત્યાર સુધીમાં 363 લોકોના મોત થયા છે, જ્યારે 1107 લોકો સ્વસ્થ થયા છે.