Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને જાન માલને ભારે નુકશાન થયું છે. વરસાદની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યાં 102 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 4 હજાર 119 પશુઓના પણ મોત થયા છે. 1 જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે 102 માનવ મૃત્યુ થયાના  અહેવાલ છે.


 



 ભારે વરસાદના કારણે રાજ્યના આ 302 રોડ બંધ


ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર અને દ્વારકામા અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે.  ભારે વરસાદના કારણે જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે બંધ છે. વરસાદના કારણે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ વલસાડમાં 66 રસ્તાઓ બંધ છે. ભાવનગર જિલ્લામાં 57, પોરબંદર જિલ્લામાં 47 રસ્તાઓ બંધ છે.


 



આગામી ત્રણ કલાકમાં આ 24 જિલ્લાઓમાં ફરી તૂટી પડશે વરસાદ


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 22 અને 23 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, આગાહી પ્રમાણે, 22 જુલાઇએ વરસાદે ઠેક ઠેકાણે વિનાશ નોંતર્યો હતો, હવે આજે ફરી એકવાર મોટી વરસાદ આગાહી અપડેટ સામે આવ્યુ છે. તાજા રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ફરી એકવાર ગુજરાતના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી આફત વરસી શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે રહી શકે છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial