અમદાવાદઃ અત્યારે બદલાતી જતી લાઇફ સ્ટાઇલ અને નોકરિયાત માતા-પિતા દીકરા-દકરીની સંભાળ રાખવા માટે આયા રાખતા હોય છે, ત્યારે તમે પણ આયા રાખવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી તો પછી પસ્તાવાનો વારો આવી છે. અમદાવાદમાં માનવ તસ્કરીના પ્રયાસનો  મામલો સામે આવ્યો છે. ૧૧ માસની દિકરીનો ફોટો મુંબઈમાં માનવ તસ્કરી કરતા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. બાળકીને સાચવાવા માટે રાખેલી આયા અને તેના પતિએ બાળકીને વેચવાનુ કાવતરૂ રચ્યુ હતું . પશ્ચિમ બંગાળ  પોલીસે ફરીયાદીને જાણ કરતા મામલો સામે આવ્યો છે. 


આયા બીંદુ શર્માની પુછપરછ કરતા ઘર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બિંદુ શર્મા, તેના પતિ અમિત શર્મા અને મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. જો તમે પણ આયા રાખવાનું વિચારતાં હોય તો આયા વિશે સંપૂર્ણ વિગત મેળવી લેવી જરૂરી છે. અન્યથા આવી કોઈ વ્યક્તિ આયા તરીકે આવી ગઇ તો પસ્તાવું પડી શકે છે. 

ગુજરાત ભાજપના નેતા અને તેના પત્નીની હત્યા થઈ જતાં ખળભળાટ, કોણે કરી હત્યા?


લુણાવાડાઃ ગુજરાત ભાજપના નેતા અને તેની પત્નીની હત્યા થઈ જતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા કરવામાં આવી છે. ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે.  


માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાજપના નેતાની હત્યા કરી નાંખવામાં આવી છે. તેમની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી છે. જ્યારે તેમના પત્નીની ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી છે. તેમના પત્નીની પણ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી છે. ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે, લગભગ સવારે 8.30 વાગ્યે માહિતી મળી હતી. ગુનેગારોને સજા થાય તેવો પ્રયત્ન કરીશું. આ ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે.


ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચ્યાં છે. પંચાલ સમાજના આગેવાન અને  જીલ્લા ભાજપના અગ્રણીની હત્યા થઈ છે. લુણાવાડાના પાલ્લા ગામની ઘટના છે. લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.