અમદાવાદઃ સેટેલાઇટ પોસીસે ઇસ્કોન પાસે 2000 ની 10 લાખની નવી નોટો સાથે કુલ 17 લાખનો મુદ્દામાલ ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે આ શખ્સોને ઇન્કમટેક્ષ વિભાગને હવાલે કરવામાં આવ્યા છે. આ શખ્સો બ્લેક મનીને વ્હાઇટ કરવા લઇ જતા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે બ્લેક મનીની હેરાફેરીને લઇને તપાસ શરૂ કરી છે.
કેંદ્ર સરકારે કાળાનાણાં અને ભ્રષ્ટાચાર પર અંકુશ મુકાવા માટે જુની 500 અને 1000 ની નોટો રદ્દ કરી દીધી હતી. સરકારના આ નિર્ણયથી આમ જનતા હેરાનગતી અનુભવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચાર અને કાળાનાણું સંગ્રહ કરનાર લોકો પાસે નવી 2000 ની નોટો લાખોની સંખ્યામાં મળી રહે છે. સરકારના આ નિર્ણય સામે સવાલ ઉભા છે. આમ જનતા 2000 થી 4500 રૂપિયા લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે આવા કાળાનાણાં સંગ્રહ કરનાર લોકો આરામથી લાખો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે.
સેટેલાઈટ પોલીસે ઈસ્કોન પાસેથી 2 હજારની 10 લાખની વધુની નવી ચલણી નોટો સાથે સ્વીફટ કારમા કચ્છના વિરભદ્રસિંહ જાડેજા, પ્રવિણભાઈ માળી અને અમદાવાદના યજુવેન્દ્રસિંહ પરમારની અટકાયત કરીને ઈન્કમટેકસ્ વિભાગને સોંપવામા આવ્યા હતા.
10 લાખની નવી 2000ની નવી નોટો મળી આવતા અનેક શંકાઓ ઉપજી રહી છે.. જયારે લોકોને લગ્ન માટે 2 લાખ મેળવવામા પણ મુશ્કેલીઓ પડે છે ત્યારે આ શખ્સઓએ કેવી રીતે લગ્નના નામે જુદા-જુદા ખાતામાંથી નોટો કાઢી.. આ શખ્સો ખુદને ખેડુત કહે છે..પરંતુ નોટોને લઈને કોઈ પુરાવા નહિ મળતા પોલીસે ઈન્કમટેકસ વિભાગને સોપ્યા છે.. કારણ કે બ્લક મનીને વાઈટ કરવાનું ષડયંત્ર ચાલી રહયુ હોવાનુ શંકા પોલીસે વ્યકત કરીને વધુ તપાસ શરૂ કરી છે.