અમદાવાદ: ગઈ કાલે જુહાપુરામાં ટ્યૂશનથી ઘરે ફરી રહેલી 14 વર્ષીય સગીરાનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું. કારમાં સગીરાને અપહરણકારોએ માર પણ માર્યો હતો. જોકે, સગીરાએ હિંમત કરીને ચાલુ કારે દરવાજો ખોલી બહાર કૂદી ગઈ હતી. જેને કારણે તેનો છૂટકારો થયો છે.
જુહાપુરાની 14 વર્ષીય સગીરા ટ્યૂશનથી ઘરે પરત ફરતી હતી દરમિયાન કૌશરબી સોસાયટી પાસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોએ તેને કારમાં ખેંચી લીધી હતી. આ શખ્સોએ બળાત્કારના ઇરાદે અપહરણ કર્યાનું લાગતાં સગીરા કારમાંથી કૂદી ગઈ હતી. સગીરા કારમાંથી નીચે પડતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ
ગુજરાતના ફિક્સ પગાર ધરાવતાં કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જાણો કેટલાનો કરાયો વધારો?
28 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી ગુજરાતના આંગણે, પ્રિયંકા કઈ જગ્યાએ પોતાની પ્રથમ ચૂંટણી સભા સંબોધશે, જાણો વિગત
અમદાવાદીઓ આનંદો: 4 માર્ચે અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન, PM નરેન્દ્ર મોદી કરશે ઉદ્ધાટન
અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે શું કરી જાહેરાત ? જાણો વિગત
લોકો દોડી આવતાં અપહરણકારો કાર લઈને નાસી ગયા હતા. હાલ, સગીરાને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસડેવામાં આવી છે. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવીના આધારે કાર અને અપહરણકરોની શોધખોળ શરૂ કરી છે.