વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા અમદાવાદ મેટ્રો ટ્રેનને આગામી દિવસોમાં જાહેર જનતા માટે ખુલી મુકવામાં આવશે. જેની જાહેરાત ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને તેમના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધીના મેટ્રો ટ્રેન રૂટને શરૂ કરવામાં આવશે.

અમદાવાદના ન્યુકોટન ખાતે મેટ્રો ટ્રેનનું પાટા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ રન માટે એપરલ પાર્કથી 7 ફેબ્રુઆરી ગુરૂવારે સાંજે 3.45 વાગ્યે વસ્ત્રાલ માટે પહેલી વાર મેટ્રો રવાના થઈ હતી. આ સમયે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. 




મેટ્રોના ટેક્નિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિશ્વની ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી સ્ટેઈનલેસ સ્ટિલની મેટ્રો ટ્રેન છે. આ ત્રણ કોચની ટ્રેન છે, જેની કેપેસિટી 1,000 પેસેન્જરની છે. હાલમાં અમે ડ્રાઈવર સાથે ટ્રેન ચલાવીશું ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઈવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઓપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે.