અમદાવાદ: ઈસનપુરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પાડોશમાં રહેતા અને પોતાની જ ઉંમરના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. તેના કારણે વિદ્યાર્થીની ગર્ભવતી બનતાં તેની સાથે ભણતા અને પાડોશમાં રહેતા કિશોર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ ઈસનપુર પોલીસ મથકે નોંધાવાઈ છે.

ઈસનપુરમાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાને તેની સોસાયટીમાં રહેતા અને ધોરણ 9માં જ અભ્યાસ કરતા તરુણ સાથે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા હતી. બંને પરિવારો પાડોશી હોવાથીએકબીજાને ઓળખતા પણ હતા. બંને એક જ ધોરણમાં હોવાના કારણે વખતોવખત બન્ને અભ્યાસ માટે ભેગા મળી ભણતા હતા.

થોડા સમય અગાઉ સગીરાના ઘરે તેનાં માતા-પિતા ન હતાં. આ દરમિયાન તરુણ તેના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો. એ વખતે કોશિરો સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સેક્સ માણ્યું હતું. એ પછી બંને વચ્ચે નિયમિત રીતે શારીરિક સંબંધો બંધાયા હતા. કિશોરે વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સગીરાએ કિશોરના કૃત્ય અંગે પરિવારના કોઈ પણ સભ્યને જાણ કરી ન હતી. થોડા સમય પછી સગીરાને પેટમાં દુઃખાવો ચાલુ થયો હતો. સામાન્ય સારવારમાં દુઃખાવો બંધ ન થતાં સગીરાની માતાને તેને ખાનગી ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગઈ હતી. ડોક્ટરે તપાસ કરીને સગીરા ગર્ભવતી હોવાનું નિદાન કર્યું હતું.

પરિવારે પૂછતાં સગીરાએ પોતાના પરિવારને કિશોરના કૃત્ય અંગે જાણ કરી હતી. સગીરાના પેટમાં બે માસથી વધુ સમયનો ગર્ભ હોવાનો ખુલાસો થતાં આખરે સગીરાના પરિવારે તરુણ સામે ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરા સાથે સંબંધ બાંધનારો છોકરો પણ સગીર હોવાથી તેની આ કેસમાં ટેક્નિકલ ધરપકડ કરી શકાય નહીં માટે જુવેનાઈલ એક્ટ હેઠળ તેને વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યા બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આવા કિસ્સામાં ગર્ભના નિકાલ માટે કાયદાકીય મંજૂરીની આવશ્યકતા જરૂરી છે તેથી આ પ્રક્રિયા કરવી પડશે.