અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના નરોડામાં આવેલા ફાયર સ્ટેશનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, સ્ટેશનના ફાયર ઓફિસરના ડ્રાઇવરનો કોરોના પોઝિટીવ આવ્યો હતો. ડ્રાઇવર ઉપરાંત બે મહિલાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.

ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટીવ આવતા  ફાયર ઓફિસર અને તેમનાના પરિવારોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે, ડ્રાઇવરના બે સંતાનોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ બાળકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે તેમાંથી ફક્ત અમદાવાદમાં 140 કેસ નોંધાયા હતા. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1002એ પહોંચ્યો છે.  ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1604 પર પહોંચી ગઈ છે. (તસવીર પ્રતિકાત્મક)