અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચને બેસ્ટ રિજીયનની શ્રેષ્ઠ બ્રાન્ચ અને અમદાવાદના વિકાસા બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચનો પૈકીનો એકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે અમદાવાદ બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચનો મળેલો એવોર્ડ તે અમદાવાદ બ્રાન્ચની વૃધ્ધિ અને વિકાસમાં અમારા સૌના કઠોર પરિશ્રમને મળેલી માન્યતા છે. 


તેમનાં સતત પ્રદાન અને પ્રયાસોથી આ સિધ્ધિ શક્ય બની


અમદાવાદ બ્રાન્ચને મળેલા એવોર્ડેસ પાછળ બ્રાન્ચના પ્રત્યેક મેમ્બર, સ્ટુડન્ટસ અને હોદેદારોના કઠોર પરિશ્રમ, સહકાર અને કટીબધ્ધતા જવાબદાર છે. આ પ્રસંગે અમે અમદાવાદ બ્રાન્ચનાં તમામ મેમ્બર્સ અને સ્ટુડન્ટનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનાં સતત પ્રદાન અને પ્રયાસોથી આ સિધ્ધિ શક્ય બની છે.


અમારામાં મેમ્બર્સે મુકેલા વિશ્વાસને આ એવોર્ડસ સાબિતી આપે છે


સીએ બિશન શાહે જણાવ્યું હતું કે ચાર એવોર્ડ મેળવવા તે અસાધારણ સિધ્ધિ છે. રાષ્ટ્રીય સ્તરે આઈસીએઆઈ અને હવે ડબલ્યુઆઈઆરસી તરફથી મળેલી આ માન્યતા અમદાવાદ બ્રાન્ચની યોગ્યતાનું પ્રમાણ છે. અમારામાં મેમ્બર્સે મુકેલા વિશ્વાસને આ એવોર્ડસ સાબિતી આપે છે. આઈસીએઆઈ નેશનલ એવોર્ડસમાં મેગા બ્રાન્ચ કેટેગરીમાં બેસ્ટ બ્રાન્ય મેમ્બર્સ કેટેગરીમાં અમદાવાદ બ્રાન્ચને બીજું પ્રાઈઝ, બેસ્ટ બ્રાન્ચ વિકાસા (સ્ટુડન્ટ એસોસિએશન) કેટેગરીમાં પ્રથમ પ્રાપ્ત થયું છે. આઈસીએઆઈ રિજનલ એવોર્ડસ (મેગા બ્રાન્ચ કેટેગરી)માં બેસ્ટ બ્રાન્ય મેમ્બર્સ કેટેગરીમાં અમદાવાદ બ્રાન્ચને પ્રથમ પ્રાઈઝ અને બેસ્ટ બ્રાન્ય વિકાસા (સ્ટુડન્ટ એસોસિએશન કેટેગરીમાં) બીજું પ્રાઈઝ પ્રાપ્ત થયું છે. 


ICAI નેશનલ એવોર્ડ્સ (મેગા બ્રાન્ચ કેટેગરી)


1. શ્રેષ્ઠ શાખા સભ્યો - દ્વિતીય પુરસ્કાર


2. શ્રેષ્ઠ શાખા WICASA (વિદ્યાર્થી સંગઠન) - પ્રથમ ઇનામ


ICAI પ્રાદેશિક પુરસ્કારો (મેગા બ્રાન્ચ કેટેગરી)


1. શ્રેષ્ઠ શાખા સભ્યો - પ્રથમ ઇનામ


2. શ્રેષ્ઠ શાખા WICASA (સ્ટુડન્ટ્સ એસોસિએશન) - 2જું ઇનામ


તેમના વગર આવી સિધ્ધિ શક્ય બની ના હોત


સીએ બિશન શાહે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે અમે આઈસીએઆઈનાં માનનીય પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીનો પણ ખાસ આભાર માનીએ છીએ. તેમનાં સમૃધ્ધ અનુભવ અને માર્ગદર્શન વગર આવી સિધ્ધિ શક્ય બની ના હોત. આ પ્રસંગે અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહ, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, અને ટ્રેઝરર સીએ સમીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં.