અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નવા 176 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1273 પર પહોંચી છે. ગુજરાતમાં વધુ સાત લોકોના મોત થયા કુલ મૃત્યુઆંક 48 પર પહોંચ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં આજે નવા 143 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 765 પર પહોંચી છે. અમદાવાદમાં આજે 4 લોકોના મોત થયા છે. આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં જે નવા 143 કેસ નોંધાયા છે તે કેસ હોટસ્પોટ વિસ્તારના છે. તેમાં ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર,દરિયાપુર,ખાડિયા, જૂના વાડજ,જમાલપુર,અસારવા, કાંકરિયા,બહેરામપુર, બોડકદેવ વિસ્તારમાં નોંધાયા છે.
રાજ્યમાં આજે જે 176 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદ 143 કેસ ,વડોદરા 13, સુરતમાં 13 રાજકોટ 2 ભાવનગર 2 આણંદ 1 ભરૂચ 1 પંચમહાલ 1 કેસ નોંધાયા છે.