Ahmedabad:  અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. ત્યારે અમદાવાદમાં ઓક્ટોબર મહિનાના પ્રથમ પાંચ દિવસમાં જ રોજના 16 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના કુલ 81 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના 10, મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે.


અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં ડેન્ગ્યુના 494 કેસ નોંધાયા છે. જેની સામે ઓક્ટોબર મહિના પ્રથમ પાંચ દિવસમાં જ ડેન્ગ્યુના 81 કેસ નોંધાયા છે. મહાનગર પાલિકાએ ડેન્ગ્યુને શોધવા માટે પાંચ દિવસમાં 952 અને મેલેરિયા માટે 14 હજાર 916 સેમ્પલની તપાસ કરી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં પણ ચિંતાજનક વધારો થયો છે.


અમદાવાદમાં ઓક્ટોમ્બર મહિનામાં ઝાડા-ઉલ્ટીના 63, કમળાના 58 કેસ નોંધાયા છે. મહાનગર પાલિકાએ પાણીના લીધેલા સેમ્પલમાંથી 31માં ક્લોરિનની માત્રા જણાઈ નહોતી. જ્યારે 14માંથી બેક્ટેરિયાની હાજરી મળી હતી. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યુના 27હજાર કેસ નોંધાયા છે. જ્યારે 31ના મોત થયા છે. પાંચ દિવસમાં અમદાવાદમાં ડેન્ગ્યુના 81 કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના 10, તો મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં ડેન્ગ્યુના 27 હજાર કેસ, 31 દર્દીના મોત થયા હતા.


ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના સૌથી વધુ મુખ્ય છે. દેશમાં ચાલુ વર્ષે જૂન સુધીમાં ડેન્ગ્યુના 27 હજાર કેસ નોંધાયા છે, જ્યારે 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ડેન્ગ્યૂના 27 હજાર કેસ નોંધાયા છે અને 31નાં મોત થયા છે. મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે ભારતીયો મહિને 200 રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. લોકલસર્કલ્સે દેશના 322 જિલ્લાના 54 હજાર લોકો સાથે હાથ ધરેલા સરવેમાં સામે આવ્યું છે કે 49 ટકા પરિવારો મહિને 200 રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે. 4 ટકા પરિવારો બેથી પાંચ હજારનો ખર્ચ કરે છે જ્યારે 14 ટકા પરિવારો પાંચસોથી હજાર રૂપિયા ખર્ચી નાખે છે. 55 ટકા પરિવારો એવા છે જેઓ મચ્છરોના ત્રાસથી બચવા રેપલેન્ટ, સ્પ્રે અથવા ક્રીમનો ઉપયોગ કરે છે.


ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે આરોગ્ય વિભાગ ફુડ સેફ્ટી પખવાડીયુ ચલાવી રહી છે. ત્યારે આ જ અભિયાન હેઠળ છેલ્લા ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં એક કરોડ 73 લાખથી વધુનો 32 હજાર કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરાયો છે. પ્રથમ ચાર દિવસમાં 672 એન્ફોર્સમેન્ટ અને એક હજાર 607 સર્વેલન્સ નમૂના મળીને બે હજાર 279 નમૂના લેવાયા હતા. જ્યારે એક હજાર 170 ઈસ્પેક્શન કરાયા હતા. દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો,બરફી, ખાદ્ય તેલની તપાસ માટે 14 રેડ કરવામાં આવી હતી.


Ahmedabad: અમદાવાદ પોલીસે હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો, અકસ્માતની ઘટનામાં ખુલ્યો હતો રાજસ્થાન મર્ડર કેસનો મામલો