ઑસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી 16 લાખની છેતરપિંડી કરનાર ભારતીય ઝડપાયો
abpasmita.in | 14 Oct 2016 01:22 PM (IST)
અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં હોટલ મેનેજમેન્ટના બિઝનેસમાં નોકરી આપવાની લાલચે 16 લાખની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આશ્રમ રોડ પરના ચીનુભાઈ ટાવરમાં આવેલી માલ્યાલી એસસોસિયેશનના માલિક વલસલા નાયરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપી શશીધરન કટીરીએ પાસપોર્ટ અને વિઝા આપવાની લાલચ આપી 40 વિદ્યાર્થીઓ પાસેથી 40 હજાર રૂપિયા પડાવ્યા અને કુલ 16 લાખ રૂપિયા લઇ રફુચક્કર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ કરતા આરોપી શશીધરન કેરલમાં પોલીસના હાથે કોઈ ગુનામાં ઝડાપાયો હોવાનું જાણવા મળ્યું છે.