ગુજરાતમાં ડોકટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ, તબીબો કેમ છે નારાજ, શું છે માંગણી, જાણો
ગુજરાતમાં કેટલા દિવસ હજુ ભારે વરસાદની આગાહી નહીં? હવામાન વિભાગે શું કહ્યું?
અમદાવાદઃ ગુજરાત માટે વરસાદને લઈને માઠા સમાચાર સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત. હાલ ઓગસ્ટ માસ પ્રમાણે વરસાદની ૪૪ ટકા ઘટસામાન રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ૪૫૦ મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૫૩ મીમી વરસાદ નાંધાયો છે.
અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા વીકમાં સીસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ઓગસ્ટના બીજા વીકમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થતાં વરસાદની આશા પણ ગુજરાત માટે હજુ કોઇ સીસ્ટમ નથી.