અમદાવાદઃ ગીર સોમનાથના SMA 1 નામની બીમારીથી પિડાઈ રહેલા ચાર માસના વિવાન નામના બાળકનું મોત નિપજ્યું છે. વિવાન વાઢેલ SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર માટે ભંડોળ એકઠું કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હતું. SMA 1 બિમારી માટેનું ઈંજેક્શન 16 કરોડ રૂપિયાનું આવે છે. વિવાનને બચાવાનાન અભિયાન હેઠળ રૂપિયા 2.10 કરોડ એકઠા થયા હતા પણ 16 કરોડ રૂપિયા એકઠા થાય અને વિવાન માટે ઈંજેક્શન આપીને ખરીદી શકાય એ પહેલાં જ વિવાનનું દુઃખધ નિધન થયું છે.
આ પહેલાં ગુજરાતમાં SMA 1 બિમારીથી પિડાઈ રહેલા ધૈર્ય નામના બાળક માટે પણ 16 કરોડ રૂપિયા એકઠા કરવા અભિયાન ચલાવાયું હતું. ધૈર્ય માટે 16 કરોડ રૂપિયા એકઠા કરી દેવાતાં તેનો જીવ બચી ગયો હતો પણ વિવાન માટે જરૂરી રકમ એકઠી થાય એ પહેલાં જ તેનું નિધન થયું છે. વિવાનનાં માતા-પિતા છેલ્લા ચાર મહિનાથી મિશન વિવાન અભિયાન ચલાવતા હતા. આ અભિયાન અંતર્ગત 2 કરોડ 10 લાખ રૂપિયાની ધન રાશિ પણ એકત્રિત કરી હતી. સરકારે રૂપિયા 10 લાખની મદદ પણ કરી હતી પણ પૂરતી રકમ ના થતાં મિશન વિવાનનો દુઃખદ અંત આવ્યો છે.
વિવાનના મોત સાથે વિવાનના પિતા અશોક વાઢેરે લોકોને હવે મદદ માટે ફંડ એકત્રીત નહીં કરવા વિનંતી કરી છે. વિવાનની સારવાર માટે એકત્રીત થયેલી રકમનો ઉપયોગ સેવાકીય પ્રવૃતિ માટે કરાશે તેની ખાતરી આપીને તેમણે જે સંગઠનોએ વિવાન માટે મદદ કરી છે તેમનો આભાર માન્યો છે.
Gujarat Corona Update : કોરોનાની બીજી લહેર પછી ગુજરાત માટે સામે આવ્યા અત્યાર સુધીના મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 8 જિલ્લા કોરોનામુક્ત બનતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ 8 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે રાજ્યમાં હવે માત્ર 207 જ એક્ટિવ કેસ રહ્યા છે. તેમજ 6 જિલ્લામાં હવે એક-એક જ એક્ટિવક કેસ છે, ત્યારે તે જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.
ગુજરાતમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે વલસાડ, પંચમહાલ, મોરબી, મહીસાગર, બોટાદ અને બનાસકાંઠામાં એક-એક જ એક્ટિવ કેસ છે.