અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના વધુ 169 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1821 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 83 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા કોરોના વાયરસના વધુ 191 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીઓનાં મોત થયા છે અને 7 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2815 થઈ છે અને મૃત્યુઆંક 127 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

અમદાવાદમાં દરિયાપુર, ઈસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર રખીયાણ,નારોલ નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડીયા, ચાંદેલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડા વિસ્તારના પોઝિટિવ કેસ આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કર્યા એમાંથી 2815 પોઝિટિવ આવ્યા છે સિવાયના તમામ નેગેટિવ આવ્યા છે.