અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નવા 299 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના 13,354 કેસ નોંધાયા છે. તેમજ ૨૯ મોત સાથે અત્યાર સુધી 952 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. ગઈ કાલે 227 સહિત અત્યાર સુધી 9608 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદના ઉત્તર અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં 62 જ્યારે ઉત્તર ઝોનમાં 86 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 32 નવા કેસ સાથે કુલ ૩૪૨ એક્ટિવ કેસ છે. પૂર્વ ઝોનમાં નવા 62 કેસ સાથે કુલ ૫૦૭ એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 23 કેસ સાથે કુલ ૧૨૫ એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં નવા 83 કેસ સાથે કુલ ૮૫૧ એક્ટિવ કેસ નોંધાયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 8 કેસ સાથે કુલ 266 એક્ટિવ કેસ નોંધાયા છે. દક્ષિણમાં નવા 40 કેસ સાથે કુલ 301 એક્ટિવ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં નવા 48 કેસ સાથે કુલ 399 એક્ટિવ કેસ નોંધાયા છે.
ઉત્તર ઝોનમાં સૌથી વધુ ઇન્ડિયા કોલોનીમાં 18 કેસ નોંધાયા છે. આ પછી સેજપુર બોઘામાં ૧૪, બાપુનગર અને નરોડામાં 13-13 કેસ નોંધાયા છે. સરસપુર રખિયાલમાં 10 કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનના ઓઢવમાં સૌથી વધુ 17 કેસ, જ્યારે નીકોલમાં 15 અને અમરાઈવાડીમાં 10 કેસ નોંધાયા છે. મધ્ય ઝોનના અસારવામાં 14, જ્યારે દક્ષિણ ઝોનના ઇસનપુરમાં 11 અને મણિનગરમાં 10 કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનના નવરંગપુરામાં 10 અને પાલડીમાં 11 કેસ, ઉત્તર પશ્ચિમ વિસ્તારના ઘાટલોડિયામાં પણ નવ કેસ નોંધાયા છે.
મધ્ય ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
અસારવા 14
દરિયાપુર 4
ખાડિયા 7
શાહિબાગ 6
શાહપુર 1
પૂર્વ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
અમરાઈવાડી 10
ભાઈપુરા 4
ગોમતીપુર 3
નિકોલ 15
ઓઢવ 17
રામોલ હાથીજણ 5
વસ્ત્રાલ 7
વિરાટનગર 1
ઉત્તર ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
બાપુનગર 13
ઇન્ડિયાકોલોની 18
કુબેરનગર 7
નરોડા 13
સૈજપુર બોઘા 14
સરસપુર રખિયાલ 10
સરદાર નગર 3
ઠક્કરબાપાનગર 8
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
જોધપુર 3
મકતમપુરા 2
વેજલપુર 3
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
બોડકદેવ 7
ચાંદલોડિયા એક
ઘાટલોડીયા 9
ગોતા 2
થલતેજ 4
દક્ષિણ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
બહેરામપુરા 1
દાણીલીમડા 4
ઇન્દ્રપુરી 3
ઇસનપુર 11
ખોખરા 3
લાંભા 3
મણીનગર 10
વટવા 5
પશ્ચિમ ઝોનમાં વોર્ડ દીઠ નોંધાયેલ કેસ
ચાંદખેડા 3
નારણપુરા ચાર
નવાવાડજ 6
નવરંગપુરા 10
પાલડી 11
રાણીપ 4
એસપી સ્ટેડિયમ 1
સાબરમતી 4
વાસણા 5
અમદાવાદમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં કયા વિસ્તારમાં નોંધાયા સૌથી વધુ કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jun 2020 02:00 PM (IST)
ઉત્તર ઝોનમાં સૌથી વધુ ઇન્ડિયા કોલોનીમાં 18 કેસ નોંધાયા છે. આ પછી સેજપુર બોઘામાં ૧૪, બાપુનગર અને નરોડામાં 13-13 કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -