હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદમાં પણ ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના જાણીતા માણેકચોક સ્થિત વાસણ બજારમાં 18 વેપારીઓને કોરોનાનું સંક્રમણ થયું છે. જેને લઈને વેપારીઓ સ્વેચ્છાએ 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી વાસણ બજાર સાંજે 6 વાગે સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો છે.


અમદાવાદના જાણીતા માણેકચોક સ્થિત વાસણ બજારમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. વાસણ બજારમાં 18 વેપારીઓને કોરોનાનું સંક્રમણ ફેલાતા વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી વાસણ બજાર સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાડજ વોર્ડના કાઉન્સિલર રમેશ દેસાઈ કોરોના સંક્રમિ થતાં તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાલ અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 177 કેસ સાથે કુલ કેસનો આંકડો 35,005 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1,785 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે.