અમદાવાદઃ વિરમગામ શહેરમાં આવેલી નુરી સોસાયટી ખાતે પતંગ લૂંટવા જતા બે સગીર સગાભાઈઓને વીજ કરંટ લાગતા મૃત્યુ થયા હતા. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બે સગાભાઈઓના મોત થતા સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

ધાબા પર લોખંડની પાઇપ વડે પતંગ લૂંટવા જતા ધાબા પાસેથી પસાર થતા વીજ વાયરને લોખંડની પાઇપ અડી હતી. જેના કારણે એક ભાઈને કરંટ લાગ્યો હતો. જેને છોડાવા જતા બીજા ભાઇને પણ કરંટ લાગ્યો. જે બાદ બંન્ને ભાઈઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બનેલી આ ઘટનાથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાવિદ મીરઝાના બે પુત્રો મોહમ્મદ તુફેલ (17 વર્ષ) અને મુંઝમીર તુફેલ (18 વર્ષ) ધાબા પર હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. બંને ભાઈઓ પતંગ લૂંટવા જતા તેમનો હાથ નજીકથી પસાર થઇ રહેલા વીજ વાયરને અડી ગયો હતો અને તેમને કરંટ લાગ્યો હતો. જેથી તેમના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં કઈ બોલિવૂડ એક્ટ્રેસે ચગાવ્યો પતંગ, સાથે બીજી કઈ હતી સેલિબ્રિટી, જાણો વિગત

વડોદરાઃ બહેનના ઘરે પતંગ ચગાવવા જતો હતો ભાઈ, ગળામાં ફસાઈ દોરીને.....

ઉત્તરાયણ પર સુરતીઓએ સવારથી જ લડાવ્યા આકાશી પેચ, જુઓ તસવીરો