વડોદરામાં બહેનના ઘરે જતાં ભાઈનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નિપજ્યું હતું. પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં રોડ પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. મળતી વિગત પ્રમાણે, આ ઘટના નંદેસરી ઓવર બ્રિજ પર બની હતી. 19 વર્ષીય દિપક રબારી આજે ઉત્તરાયણના તહેવારને લઈ તેની બહેનના ઘરે જતો હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પહેલા આજે સવારે અમદાવાદમાં હાર્દિક સોલંકી નામનો 30 વર્ષીય યુવાન જુના વાડજમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટના બાદ એમ્બ્યુલન્સમાં યુવકને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉત્તરાયણ પર સુરતીઓએ સવારથી જ લડાવ્યા આકાશી પેચ, જુઓ તસવીરો
ટ્રમ્પ પર બીજી વખત ચાલશે મહાભિયોગ, બહુમતથી ગૃહમાં પાસ થયો પ્રસ્તાવ
અમદાવાદઃ જુના વાડજમાં યુવકના ગળામાં ઉત્તરાયણના દિવસે સવારમાં ગળામાં ફસાઇ ગઇ દોરીને.......