અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઓઢવ રિંગ રોડ પર પામ હોટેલની સામે ઘટના બની હતી.  જેમાં મહિલા અને પુરુષ બંનેના ઘટનાસ્થળે મોત થયા છે. ગઈકાલે ગુરુ પુર્ણિમાની પુનમ ભરવા ગયા હતા અને ઘરે પરત ફરતી વખતે દંપત્તિને અકસ્માત નડ્યો છે. ટ્રક ચાલકે બાઇક સવાર મહિલા-પુરુષને ટક્કર મારતાં ઘટના બની હતી. મૃતક મોટી ભોયણ-કલોલનાં રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.


ઓઢવ રિંગ રોડ પર પામ હોટલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ગુરુ પૂનમ ભરીને હાથીજણ લાલગેબી આશ્રમથી પરત મોટી ભોયણ જતા અકસ્માત થયો હતો. મોટી ભોયણના દલાજી ઠાકોર (ઉં.વ.66) અને હાજીપુરના મંગુબેન (ઉં.વ.66)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ટ્રાફિક-પોલીસ અને ઓઢવ પોલીસ અકસ્માતની ઘટના બાદ દોડી ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. 


મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત


મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં 15થી 20લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 






મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ પાસે બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15 થી 20 લોકો ઘાયલ થયા હતા. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.


કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી


પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું જ રોડની બાજુની હોટલમાં ઘૂસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.