Ahmedabad News: એએમટીએસ બસ અમદાવાદીઓની લાઇફલાન ગણાય છે. એએમટીએસમાં પ્રતિદિન પાંચથી છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ ઉપરાંત શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ એએમટીએસ બસ સેવા ચાલી રહી છે. જોકે આ બસના ડ્રાઇવરો દ્વારા બેફામ  ડ્રાઇવિંગના કારણે સમયાંતરે અકસ્માતો થતા રહે છે. આજે શાહપુરમાં ચાર રસ્તા પાસે એએમટીએસના બસ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથધરી છે.


થોડા દિવસ પહેલા વિશાલામાં સર્જયો હતો અકસ્માત


હજુ થોડા દિવસ પહેલા જ શહેરમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસ બસ દ્વારા ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. બે લગામ ચાલતી એએમટીએસ બસ આજે લોકોને યમદૂત ફરી રહ્યા હોવાનો અહેસાસ કરાવે છે.


એએમટીએસની 10 વર્ષમાં અકસ્માતની ભરમાર


શહેરની ઓળખ સમાન લાલ બસ એટલે એએમટીએસ બસ તેમની ઓળખ ધીમે ધીમે ભુલાઇ રહી છે. એએમટીએસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની ભરમાર ઉભી થઇ છે. એએમટીએસની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. વર્ષ 2020/21 માં 6 અકસ્માત , 1 ફેટલ અકસ્માત થયા, વર્ષ 2021/22 માં 08 અકસ્માત, ૦ ફેટલ અકસ્માત થયા અને વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી એક અકસ્માત અને 0 ફેટલ અકસ્માત થયા છે. આ સાથે ખાનગી ઓપરેટી બસ અકસ્માત જોઇએ તો વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમા 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.


અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ પહોંચી એએમટીએસની સેવા


ઉલ્લેખનીય છે કે શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ એએમટીએસ બસ સેવા ચાલી રહી છે. જેના કારણે લાલબસનો વ્યાપ વધવાની સાથે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial