અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી ગયા છે, ત્યારે શહેરમાં કોરોના ફરીથી ઉથલો ન મારે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર ગોઠવવામાં આવેલ કોરોના અંગેના ચેકઅપ દરમ્યાન એક જ દિવસમાં 20થી વધુ લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ-વેના નાકા ઉપર છેલ્લા 20 દિવસ દરમિયાન 211 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું છે.
આ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી કેટલાંકને અમદાવાદની હોસ્પિટલો કે કેર સેન્ટરમાં મુકાયા છે. અમદાવાદના હોય તે હોમ-આઈસોલેશનમાં રહે છે, જ્યારે મોટાભાગનાને પાછા મોકલાય છે. એક્સપ્રેસ-વેના 3 નાકાઓ પર 1100થી વધુ લોકોને તપાસતા તેમાંથી 9ના રિપોર્ટ પોઝીટીવ હોવાનું જણાયું હતું. જેમાંથી મોટાભાગના સુરત અને વડોદરાના હોવાથી તેમને પરત મોકલાયા હતા.
જ્યારે નેશનલ હાઈવે પર અસલાલી નજીક ગોઠવાયેલાં ચેકિંગ દરમ્યાન 489ના ટેસ્ટ થયા હતા. જેમાંથી 6ને કોરોનાનો ચેપ લાગ્યાનું જણાયું હતું. આ પૈકી 3 અસલાલી હતના હતા. તેમને અર્બન હેલ્થ સેન્ટર મોકલાયા હતા. જ્યારે બાકીના ખંભાતના 2 અને નડિયાદના 1 નાગરિકને પરત મોકલાયા હતા.
જ્યારે ઉત્તર ઝોનના હેલ્થ વિભાગ દ્વારા કૃષ્ણનગર બસ સ્ટેન્ડે 55ને તપાસતા કોઈ પોઝીટિવ જણાયા ના હતા. નાના ચિલોડા 150ને તપાસતા 2 સંક્રમિત હોવાનું જણાયું હતું. મધ્યઝોન દ્વારા ગીતામંદિર સ્ટેન્ડ પર તપાસ કરાતા 249માંથી ત્રણ લોકો કોરોનાી ઝપટે ચડી ગયા હોવાનું પ્રતિત થયું હતું.
અમદાવાદમાં એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગમાં એક જ દિવસમાં 20 કોરોના પોઝિટિવ મળ્યા, એક્સપ્રેસ વે પર ચેકિંગમાં શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 09:13 AM (IST)
જ્યારે એક્સપ્રેસ-વેના નાકા ઉપર છેલ્લા 20 દિવસ દરમિયાન 211 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -