AHMEDABAD : કોરોના પ્રતિબંધો હટાવાયા બાદ અમદાવાદ શહરના કાંકરિયા ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. 11 મહિનામાં 22 લાખ લોકોએ કાંકરિયા ઝૂની મુલાકાત લીધી છે, જેમાં છેલ્લા ચાર મહિનામાં નવ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યાં છે. કાંકરિયા ઝૂને છેલ્લા અગિયાર મહિનામાં પાંચ કરોડથી પણ વધુ આવક થઇ છે.
કોરોના મહામારી બાદ લોકો હવે હરતા ફરતા થયા છે ત્યારે પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. અમદાવાદ શહેરનાં પ્રવાસન સ્થળો પર પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરના કાંકરિયા જોવા માટે પ્રવાસીઓથી ધમધમતો થયો છે, ત્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીમાં કાંકરિયા લેક ખાતે 9.26 લાખ મુલાકાતે આવ્યા છે. વેકેશન શરૂ થતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈનના બંધનથી મુક્તિ મળતા હવે લોકો ફરવા નીકળ્યા છે. કાંકરિયા ઝૂ જોવા માટે નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ આવ્યા છે. ન માત્ર ગુજરાત પરંતુ મુંબઇ દિલ્હી અને મધ્યપ્રદેશથી પણ પ્રવાસીઓ અહીં કાંકરિયા ઝૂ નિહાળવા માટે આવે છે.
કાંકરિયા ઝૂ ઉપરાંતનો કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી છે. આ વર્ષે કિડ્સ સિટીમાં 2348 જેટલા મુલાકાતે આવ્યા છે જ્યારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 22 લાખ 96 હજારથી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.આ સમયે કાંકરિયાની કુલ આવક પાંચ કરોડથી પણ વધુ થઈ છે..
હજી તો વેકેશનની શરૂઆત છે. પરંતુ આ બે મહિનાની અંદર મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે. લોકો સૌથી વધુ બપોરના સમયે આવવાનું પસંદ કરે છે કારણ કે કાંકરિયા ઝૂનું તાપમાન શહેરના તાપમાન થી 4 થી 5 ડિગ્રી ઓછું હોય છે.
સતત વર્ષ બંધ રહ્યો કાંકરિયા કર્નિવલ
અમદાવાદ શહેરમાં કોરોનાએ એટલો કહેર મચાવ્યો હતો કે કાંકરિયા લેક ખાતે યોજાતો કાંકરિયા કર્નિવલ છેલ્લા બે વર્ષથી યોજાયો નથી. ત્યારે હવે પ્રવાસીઓ આગામી કાંકરિયા કર્નિવલની રાહ જોઈને બેઠા છે.