અમદાવાદમાં હાલ કુલ 9449 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 619 લોકોના મોત થયા છે, જ્યારે 3330 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 24 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 17 લોકોના મોત અમદાવાદમાં થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 371 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 24 દર્દીઓનાં મોત થયા છે અને 269 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12910 પર પહોંચી છે અને 773 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.