છેલ્લા એક અઠવાડિયામાં મધ્યપ્રદેશ-રાજસ્થાનથી અમદાવાદ આવેલા કેટલા લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Sep 2020 08:07 AM (IST)
છેલ્લા એક જ અઠવાડિયામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલા 250 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લામાંથી શહેરમાં અવરજવર વધી હોવાથી કેસો વધી રહ્યા હોવાનો દાવો પણ એએમએ દ્વારા કરાયો છે.
અમદાવાદઃ શહેરમાં કોરોના ફરીથી ઉથલો મારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ એક્ટિવ કેસોત છે. હાલ, એક્ટિવ કેસો 3500ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક જ અઠવાડિયામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલા 250 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લામાંથી શહેરમાં અવરજવર વધી હોવાથી કેસો વધી રહ્યા હોવાનો દાવો પણ એએમએ દ્વારા કરાયો છે. તેમણે દાવો કર્યો છે કે, અમદાવાદમાં બેડ, ઓક્સિજ,ICUની ઘટ છે. વધી રહેલા કોરોના કેસને લઈ એએમએ દ્વારા રાજ્ય સરકાર પાસે મહત્વની માંગ કરવામાં આવી છે. તેમણે અમદાવાદના દર્દીને પ્રાથમિક આપવાની માંગ કરી છે. હાલ અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ હોવાનો પણ AMAએ દાવો કર્યો છે તેમજ હાલની સ્થિતિને જોતા અમદાવાદના સ્થાનિક દર્દીનો ઈલાજ જરૂરી હોવાનું જણાવ્યું છે.