અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 265 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 19 દર્દીઓના મોત થયા છે. 135 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 265 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 6910 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 465 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં હાલ કુલ 6910 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 465 લોકોના મોત થયા છે, જ્યારે 2247 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 324 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 191 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9592 પર પહોંચી છે અને 586 લોકોના મોત થયા છે. 38.4 રિકવરી રેટ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.

એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતી કાલથી શાકભાજી, ફળ, દવા અને કરિયાણાના વેચાણનો પ્રારંભ થશે. અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 વાગ્યા પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય.