અમદાવાદમાં કોરોનાના નવા 278 કેસ, 18ના મોત, સંક્રમિત દર્દીની સંખ્યા 5818
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 May 2020 09:04 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 18 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 18 દર્દીઓના મોત થયા છે. 266 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 278 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 5818 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 381 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં હાલ કુલ 5818 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 381 લોકોના મોત થયા છે, જ્યારે 1373 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે અને 454 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 8195 પર પહોંચી છે અને મૃત્યુઆંક 493 પર પહોંચ્યો છે.