અમદાવાદ: નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા દુર્ઘટના ઘટી છે. ભેખડ ધસી પડતા મહિલા શ્રમિક સહિત 3 ના મોત થયા છે. વરસાદના કારણે ભેખડ ધસી પડી હોવાની માહિતી સામે આવી છે. ફાયર વિભાગને 4.30 વાગે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ જાણ થઈ કે ત્રણ મજૂરો દટાયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનામાં મહિલા સહિત 3 લોકો મોતને ભેટતા શોકનો માહોલ સર્જાયો છે. આ તમામ લોકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદના રીંગરોડ સર્કલ પાસે  હંસપુરા દેહગામ રોડ પાસે આવેલી ફોર્ચ્યુન એમ્પાર કન્સ્ટ્રકશન સાઇટ ખાતે આ ઘટના બની હતી.




મૃતકના નામ


1.જીવીબેન ડુંગર ઉંમર 27
2. કાળુ નાનુ ડામોર ઉંમર 25
3. નટવરલાલ શંકરલાલ પારધી ઉંમર 20


અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઓઢવ, વેજલપુર, બોપલ, શેલા, ઈસ્કોન, પ્રહલાદનગર, શ્યામલ, બોડકદેવ, પંચવટી સહિત તમામ વિસ્તારમાં વરસાદ છે. વહેલી સવારે આકાશમાં વીજળીના ચમકારા પણ થતા હતા. આજે નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.


શુક્રવાર સાંજથી શહેરમાં વરસાદ


 







રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ











આગામી 4 દિવસની વરસાદી આગાહી


10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.


11 સપ્ટેમ્બરઃ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.


12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે