રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. પણ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના કેસ વધતા અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 315 નવા કેસ નોંધાયા હતા જ્યારે 272 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વધતા કોરોના કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.
કોરોનાના કેસ વધતા અમદાવાદમાં ફરી જાહેર કરાયા કન્ટેઈનમેન્ટ ઝોન, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 10:45 PM (IST)
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. પણ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -