ગાંધીનગર: સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યું વલણ સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતના બદલે શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ સ્કોલરશીપ આપવાની સરકારની પોલિસી છે. સરકારી શાળાને પ્રમોટ કરવાના બદલે ખાનગી શાળાને પ્રમોટ કરતી સરકારની નીતિને સેદ્ધાંતિક મંજૂરી મળી છે.
30 હજાર બાળકોને જ્ઞાનસેતુ સ્કોલરશીપ આપવામાં આવશે. ધોરણ 6થી 8ના બાળકોને 20 હાજર મળશે. ધોરણ 9 અને 10 ના બાળકોને 22 હજાર મળશે જ્યારે ધોરણ 11 અને 12ના બાળકોને 25 હજાર સ્કોલરશિપ મળશે. આ સ્કોલરશીપ માત્ર ખાનગી શાળામાં અભ્યાસ કરનાર બાળકને જ મળશે.
તો બીજી તરફ સરકારી શાળામાં ધો. 6થી 8ના બાળકોને રૂપિયા 3 હજાર મળશે. સરકારી શાળાના ધો. 9 અને 10ના બાળકોને રૂપિયા 5 હજાર મળશે જ્યારે સરકારી શાળાના ધોરણ 11 અને 12ના બાળકોને રૂપિયા 7 હજાર મળશે. આમ સરકારી શાળ કરતા પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સ્કોલરશીપ મળશે.
સરકારની આ જાહેરાત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું સરકાર સરકારી શાળાને બદલે પ્રાઈવેટ શાળાને પ્રમોટ કરી રહી છે. સ્કોલરશીપની જે રકમ સામે આવી છે તેમાં 17 હજાર રુપિયા સરકારી કરતા ખાનગી શાળાના બાળકોને વધારે મળે છે. આમ સૌ કોઈ જાણવા માગે છે કે, એસી ઓફીસમાં બેસીને સરકારી બાબુઓ કેમ આવી પોલીસી બનાવી રહ્યા છે. સરકારી શાળામાં ભણતા બાળકોને ખોળ અને પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા બાળકોને ગોળ આપવાની સરકારની નીતિ સામે આવી છે.
ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ
ઠોળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને દેશમાં ઉત્પાદન વધારવા માટે, મોદી સરકારે MSP એટલે કે તુવેર, મગ અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના MSPમાં વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં તુવેર દાળની MSP 400 રૂપિયા વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. અડદની દાળની MSP પણ 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. મગની MSP 10.4 ટકા વધારીને રૂ. 7755 થી રૂ. 8558 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
વધુ કઠોળનું વાવેતર થશે!
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉપજના ઊંચા ભાવ મળશે. વેપારીઓથી લઈને મિલરો સુધી, સરકારે અરહર દાળના MSPમાં વધારો કરવાની માંગ કરી હતી જેથી કરીને દેશમાં અરહર દાળનું વધુ ઉત્પાદન થઈ શકે. છેલ્લા કેટલાક મહિનામાં અરહર દાળના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. હાલમાં તુવેર દાળની MSP મગ દાળના SSP કરતા 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછી છે. દેશમાં તુવેર દાળના વપરાશને પહોંચી વળવા માટે, સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા માટે સરકારે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે તુવેર દાળનો વધારાનો જથ્થો આયાત કર્યો છે.
ડાંગરની MSP પણ વધી
કેબિનેટે 2023-24 માર્કેટિંગ સીઝન માટે ડાંગર (સામાન્ય) જેવા અન્ય ખરીફ પાકોની MSP 2040 રૂપિયાથી વધારીને 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. ગ્રેડ A ડાંગરની MSP 2060 રૂપિયાથી વધારીને 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.