અમદાવાદમાં કોરોનાના નવા 310 કેસ, 25ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 10590
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 May 2020 08:48 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 310 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 25 દર્દીઓના મોત થયા છે. 136 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 310 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 25 દર્દીઓના મોત થયા છે. 136 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 310 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10590 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 722 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં હાલ કુલ 10590 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 722 લોકોના મોત થયા છે, જ્યારે 4187 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 30 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 25 લોકોના મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 224 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14468 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 888 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.