અમદાવાદમાં નવા 349 કેસ, 39 મોત, કોરોના પોઝિટિવની સંખ્યા 4425 થઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2020 08:42 PM (IST)
અમદાવાદમાં આજે વધુ નવા 349 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 4425 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 39 લોકોના મોત થયા છે
અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 349 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 4425 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 39 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 273 લોકોના મોત થયા છે, જ્યારે 704 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 441 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 49 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 39 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 186 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1381 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 89632 ટેસ્ટ થયા જેમાં 6245 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ 6245 કોરોના કેસમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે અને 4467 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1386 દર્દીઓ સાજા થયા છે.