બોટાદઃ ધંધુકા-બરવાળા રોડ પર તગડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતનો પરિવાર કાર લઈને સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યો ત્યારે ધંધુકાના તગડી પાસે જીજે 05, જેઆર 2526 નંબરની કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈ અને તેમની પત્નીઓના મોત થયા છે.


જ્યારે મોટાભાઈના દીકરાને ગંભીર ઇજતા થતાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. મૃતકોની ડેડ બોડી પી.એમ. માટે ધંધુકા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. આજે વહેલી સવારે આ ઘટના બની હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા નેશનલ હાઈવે નંબર 48 પર ઇકો કાર ટ્રેલરને ઓવર ટ્રેક કરવા જતા કાર ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેને ઇજા પહોંચી હતી.

મૃતકોના નામ

સુરેશભાઈ વ્રજલાલ બુટાણી

કાંતિભાઈ વ્રજલાલ બુટાણી

પ્રવિણાબેન કાંતિભાઈ બુટાણી

રેખાબેન સુરેશભાઈ બુટાણી

યસ કાંતિભાઈ બુટાણી ગંભીર હાલતમાં અમદાવાદ રિફર કરવામાં આવ્યા