અમદાવાદઃ ગોતામાં 40 વર્ષીય આધેડ પુરુષની હત્યા કરાયેલી લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. હત્યાની આશંકા જાણભેદુ તરફ હોવાથી પોલીસે પોતાની તપાસ તે દિશામાં આદરી છે. જગદિશ મેવાડી નામના પુરુષની લાશ તેના ઘરમાથી મળી આવી હતી. આ મામલે ગત રાત્ર કોઇ સહકર્મચારીએ જ હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ માની રહી છે.

ગોતા વિસ્તારમાં આવેલા વસંત ટાઉનશિપના ઘર નંબર 3582 માં જગદીશ મેવાડીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક જગદીશ ગત રાત્રીએ પોતાના પુત્ર સાથે ફોન પર વાત કરી હતી અને હમણાં ઘરે આવું એમ કહ્યું હતું પરંતુ સવાર થતા પણ પિતા ઘરે ન આવતા મૃતકના મોટા ભાઈએ સવારે નાનાભાઈ જગદીશને ફોન કર્યો તો ફોન બંધ હોવાથી બીજા ઘરે એટલે કે વસંત ટાઉનશિપમાં ગયો તો જ્યા ગાર ને બહારથી તાળું મારેલું હતું અને તાળું ખોલી અંદર ગયો તો જગદીશ મેવાડીનો લોહીથી લથપથ હાલતમાં પલંગ પર મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. અને પરિવાર પાર એકઠો થઇ ગયો હતો એ જાણવા કે આખરે જગદીશ મેવાડી સાથે થયું છે શું.

પોલીસની પ્રાથમિક તપાસ અને પરિવારના નિવેદનથી પોલીસને જાણવા મળ્યું છે કે, મૃતક જગદીશ મિસ્ત્રી કામ કરે છે અને દિવાળી પહેલા પોતાના બે કારીગર સાથે પૈસાની લેતી દેતી મામલે મારા મારી થઇ હતી અને કારીગર જતા રહ્યા હતા. અને થોડા દિવસ પહેલાથી ફરી જ એ કારીગરો સંપર્કમાં આવ્યા હતા અને ગત રાત્રી એ પણ ફરાર બંને કારીગરો મૃતક ની સાથે આ ઘર પર હાજર હતા અને હાલ ફરાર છે ત્યારે પોલીસે ને આશંકા છે કે હત્યા પાછળ ફરાર બંને કારીગર નો હાથ હોઈ શકે છે