અમદાવાદઃ શહેરમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે, ત્યારે આજે મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં વધુ 5ને કોરોના પોઝિટિવ આવ્યો છે. એક રેસિડન્ટ ડોક્ટરની સાથે 4 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. 1 જૂનના રોજ 29 લોકોના સેમ્પલ લેવાયા હતા. 4 પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી 2 ગાયનેક અને 2 મેડિસિનના દર્દીઓ છે.
ગઈ કાલે ગુજરાતમાં 415 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં 279, સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, ભરુચમાં 4, દાહોદમાં 4, ખેડામાં 3, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે 29 લોકોના કોરોનાને કારણે દુઃખદ નિધન થયાં છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગઈ કાલે અમદાવાદ પછી સુરતમાં 32, સાબરકાંઠામાં 20, વડોદરામાં 9, કચ્છમાં 7, દાહોદમાં 4, ખેડામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 3, મહેસાણામાં 3, ગાંધીનગરમાં 2, ગીરસોમનાથમાં 2, રાજકોટમાં 2, તાપીમાં 2, જૂનાગઢમાં 1 અને પાટણમાં એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદની આ હોસ્પિટલમાં ડોક્ટર-4 દર્દીઓને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2020 02:54 PM (IST)
આજે મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં વધુ 5ને કોરોના પોઝિટિવ આવ્યો છે. એક રેસિડન્ટ ડોક્ટરની સાથે 4 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -