Ahmedabad Corona:કોરોના સંક્રમણ ફરી ફેલાતા દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદના  નવરંગપુરા થલતેજ ગોતા અને મણિનગરમાંથી  કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 5 લોકોના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંચ દર્દીઓમાં ત્રણ પુરુષ અને 2 મહિલાઓ જે પૈકી એક દર્દીની 1 દિલ્હીની અને 1 સુરેન્દ્રનગરની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આજે વધુ 5 કેસ નોંધાતા હાલ શહેરમાં કુલ  22 એક્ટિવ કેસ  થયા છે.પાંચમાંથી એક દર્દીને સ્થિતિ વધુ ખરાબ હોવાથી  હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને ડામવા માટે અમદાવાદ કોર્પોરેશને કવાયત હાથ ઘરી છે અને અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડ ટેસ્ટ માટેના સેન્ટર શરૂ કર્યાં છે.


દેશભરમાં કોરોનાના કેસ 4.50 કરોડને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 752 નવા કેસ નોંધાયા છે. 325 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે ચેપને કારણે 4 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 3 હજાર 420 છે. એક દિવસ પહેલા આ આંકડો 2 હજાર 998 હતો.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજ્યોમાં કેરળમાં સૌથી વધુ 565 કેસ છે. 2 લોકોના મોત થયા છે. જેમાંથી 297 સાજા થયા છે, જ્યારે 266 લોકોની સારવાર ચાલી રહી છે. સક્રિય કેસોની દ્રષ્ટિએ કર્ણાટક કેરળ પછી 70 કેસ સાથે બીજા ક્રમે છે. કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 મૃત્યુ નોંધાયા છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોનાના કેસમાં 52%નો વધારો થયો છે. 19 નવેમ્બરથી 17 ડિસેમ્બરની વચ્ચે 8 લાખ 50 હજાર કેસ નોંધાયા છે અને 3 હજાર લોકોના મોત થયા છે. જો કે, આ એક મહિનામાં મૃત્યુ દરમાં 8%નો ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે ગયા મહિને કોરોનાને કારણે 8% વધુ લોકોના મોત થયા છે.